આપણે એ જ કામ કરીએ છીએ જે આપણે ખરેખર કરવા માંગીએ છીએ?

એકવાર એક બેન્કના મેનેજરને એમની નિવૃત્તિ સમયે પૂછવામાં આવ્યું કે જરા તમારા બાળપણ વિષે કહો. સાંભળીને પહેલા તો મેનેજર સાહેબ હસ્યા અને પછી હળવેથી બોલ્યા, ‘હું નાનો હતો ત્યારે મોટો થઈને ડોક્ટર બનવા માંગતો હતો!’

અત્યારે આપણી આસપાસ કામ કરતા ડોકટરો, એન્જિનિયર, મેનેજરો, શિક્ષકોને ઉપરનો સવાલ પૂછીએ તો શું એ સંભાવના નથી કે હાલમાં તેઓ જે કંઈ છે એ કદાચ કદી બનવા પણ નહોતા માંગતા? ચાલો, એ તો દૂરની વાતો થઇ! આ સવાલ ખુદને જ પૂછીએ તો જવાબ શું મળશે? શું આપણે અત્યારે જે અભ્યાસ કરી રહ્યા છીએ અથવા કોઈ નોકરી કરી રહ્યા છીએ કે જે કાંઈ પણ કામ કરી રહ્યા છીએ એ ખરેખર એ જ અભ્યાસ, એ જ નોકરી, એ જ કામ છે જે આપણે ખરેખર કરવા માંગીએ છીએ? એન્ડ ફની થિંગ ઇસ ધેટ જવાબ મોટે ભાગે ‘ના’ જ મળે છે.

જમાનો દેખાદેખીનો છે. આજનો વિદ્યાર્થી પોતાને ગમતો કોર્સ પસંદ કરતા પહેલા જે તે કોર્સની ‘માર્કેટ કંડિશન’ ચકાસતો થઇ ગયો છે. પહેલા તો એ કોઈ ‘ટ્રેન્ડી કોર્સ’ પસંદ કરશે; પછી એ એ તપાસશે કે પોતે પસંદ કરેલા કોર્સમાં કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લે છે; પછી વાત આવશે મિત્રોની, વડીલોની, પાડોશીઓની, અને ‘ઓળખીતાઓ’ની સલાહની! અને થશે એવું કે આ બધી ‘પ્રોસેસ’માં એ એટલું તો ચેક કરતા ભૂલી જ જશે કે પોતાને ખરેખર એ જ કોર્સમાં રૂચી કે આવડત છે કે નહી.

આ તો એવું થયું કે શાક બની ગયું, પણ મીઠા વગરનું!

આજના જમાનાના વન ઓફ ધ ટ્રેન્ડી કોર્સીઝની (અરે એન્જિનીયરિંગની, યાર!) વાત કરીએ. કીડીયારું ફાટી નીકળે એ જ રીતે વર્ષ 2006-07માં ભારતભરમાં એન્જીનીયરીંગની જે 1500 આસપાસ કોલેજો હતી; એ વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ અને 2014-15માં અધધધ 3300ને પણ ટપી ગઈ! આ વસ્તુ કોઈ એક જ પ્રવાહ પ્રત્યેનો આપણો અપાર પ્રેમ દર્શાવે છે!

ચલો, કોલેજો તો ખુલે, એમાં કાંઈ ના થાય! પણ પરિસ્થિતિ તો ત્યારે વણસી જયારે એક સર્વે બહાર પડ્યો કે, એન્જિનિયરિંગ પાસ-આઉટ્સમાંથી પણ સરેરાશ 20% થી 33% ‘એન્જિનીયરો’ નોકરી વગરના રહી જાય છે અને જેને નોકરી મળે છે એમાંથી બધા પણ કાંઈ ખાસ ઉકાળી લેતા નથી. ઘણાની સેલેરી માટે ‘pathetically low’ જેવો શબ્દ પ્રયોજવો પડે છે.

અહીંયા બાળકોનું ભવિષ્ય તેઓની આવડત પરથી નહી, પણ તેના બોર્ડ રિઝલ્ટ પરથી નક્કી કરવામાં આવે છે! ચાદર કરતા વધુ પગ પસારવાનો ટ્રેન્ડ ભારતમાં કંઈ નવો નથી. કોમર્સ ફિલ્ડની વાત કરીએ તો, ધોરણ 12નું રિઝલ્ટ ભલે પિટાઈ ગયું હોય, પણ કરવા છે તો પ્રોફેશનલ કોર્સીઝ જ!

વાત કરીએ રૂડા અને રંગીલા ‘ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ’ અને ‘કંપની સેક્રેટરી’ની! પહેલા તો એ જાણી લેવું જોઈએ કે ભાઈ, આ કોઈ ડિગ્રી નથી, પણ સર્ટિફિકેશન કોર્સ છે! અને એમાં પણ સી.એ.નો કોર્સ તો ‘વર્લ્ડઝ ટફેસ્ટ કોર્સીઝ’માં શામેલ છે. જનરલી, આસાન પદ્ધતિ અને ‘આવડે એવા’ સિલેબસથી આવા કોર્સીઝ્નું પહેલું લેવલ તો પાર થઇ જાય છે, પણ સાચું પાણી તો બીજા લેવલથી જ મપાય છે!

નહી માનો? મે-2015માં લેવાયેલ સી.એ. (આઈ.પી.સી.ઈ.)નું પરિણામ 8.47% જ હતું. અને સી. એસ. (એક્ઝીક્યુટીવ) તો એનાથી પણ ઉતર્યું અને માત્ર 4.96% એ આવીને અટક્યું.

વાત એમ છે કે એજ્યુકેશન ફિલ્ડમાં આટલી હા-હોનું કારણ વધતી હરીફાઈ અને દેખાદેખી જ છે. આજનો વિદ્યાર્થી પોતાના સારા-નબળા પાસા જાતે ચકાસતો બંધ થયો છે.

તો આ રોગનો ઈલાજ શું? એવું ન બને કે ફક્ત લુખ્ખી સલાહો જ નહિ પણ તાર્કિક માર્ગદર્શન પણ મળી રહે તેવી કોઈ સિસ્ટમ આપણી પાસે હોય; એવું પણ થવું ન જોઈએ કે આપણી આવડત અને રૂચીને અનુકુળ અભ્યાસ વિષે જાણી અને ઇચ્છીએ તો એ અભ્યાસ તરફ આગેકુચ કરી શકીએ; અને એ પણ કે આપણે ઈચ્છીએ એ વિષયો અંતર્ગત દુનિયા સાથે સતત સંપર્કમાં રહી જાણકારી મેળવી શકાય અને જાણકાર લોકો પાસેથી કોઈ સમસ્યા કે પ્રશ્નોનો ઘેરબેઠા ઉકેલ મેળવી શકાય?

ખુશખબર એ છે કે ટેકનોલોજીની હરણફાળથી આપણને ઘણી એવી વેબસાઈટ અને એપ્લીકેશનની ભેટ મળી છે કે જેનાથી આ બધુ શક્ય બન્યુ છે. ‘CAREER KHOJJ’ જેવી વેબસાઈટ-કમ-એપ્લીકેશન પણ આવી જ ટેકનોલોજી તરફથી મળેલ અનોખી ભેટ છે.

ચાલો માની લઈએ કે ભણતર અંગેની સમસ્યાનો ઉકેલ મળી ગયો, પણ ભણ્યા પછી શું?

ધ મોસ્ટ ટ્રેજિક પાર્ટ ઓફ ધ સ્ટોરી એ છે કે આ રેસમાં મનગમતો કે આવડત પ્રમાણેનો અભ્યાસ કરી પણ લઈએ તો શું અભ્યાસને અનુકુળ નોકરી મળે છે? ઉદાહરણ તરીકે, આસપાસ નજર ફેરવીએ તો એવા કેટલા સ્કોલર્સ મળશે કે જે એવી જગ્યાએ ‘સેટલ્ડ’ છે, કે જે તે જગ્યાએ તેઓ જે-તે કોર્સ કરીને હોવા જોઈએ?

આમ જોઈએ તો આ સમસ્યાના બે પાસા છે: એક, માંગ અને પુરવઠાનો નિયમ. એટલે કે માર્કેટમાં જેટલા એન્જિનિયરો, એકાઉન્ટન્ટો, એમ.બી.એ ની જરૂરીયાત છે એના કરતા તેઓની સંખ્યા વધુ છે. એક સામાન્ય તર્ક તરીકે અને એક નાના પાયા પર કદાચ આ વાત સાચી પણ છે.

પણ જો થોડા વધુ ઊંડાણથી આ બાબતનો અભ્યાસ કરીએ તો પરિસ્થિતિ અલગ જ છે. અહી બીજું પાસુ, એટલે કે, ‘employer’ અને ‘job-seeker’ વચ્ચેના કમ્યુનિકેશનનો અભાવ, પ્રકાશમાં આવે છે.

એક સર્વે મુજબ વર્ષ 2015માં MBA paasoutsની બજારમાં માંગ વર્ષ 2014 કરતા વધી છે. પરંતુ સામે તેઓની બેરોજગારીના પ્રમાણમાં કોઈ જ ફેરફાર થયો નથી. (કદાચ, વધ્યો પણ છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી!)

આ ઘટના કમ્યુનિકેશનનો જ અભાવ દર્શાવે છે. અને આ સમસ્યા બંને તરફ નુકસાન કરનાર છે. આ સમસ્યા નિવારવા એક એવા પ્લેટફોર્મ જરૂર છે જ્યાં ‘employer’ અને ‘job-seeker’ સામેસામે આવી પોતાની જરૂરિયાતો સંતોષી શકે. ‘CAREER KHOJJ’ જેવી વેબસાઈટ અને એપ્લીકેશન આવા પ્લેટફોર્મ પર કામ આપે છે એ ખરેખર નોંધનીય છે.

માત્ર ટેકનોલોજીની ડાહ્યી ડાહ્યી વાતો કરવાથી શું વળવાનું? તેનો ઉપયોગ પણ કરવો ઘટે. અનેક નકામી ગેમ્સ અને એપ્લીકેશનની સાથે આવી માહિતીસભર અને ઉપયોગી એપ્લીકેશન પણ જો આજ-કાલના યુવાનોના મોબાઈલ ફોનમાં ‘સ્પેસ’ પામશે ત્યારે જ આ ‘કરીઅર’ નામની લંકા પર રામરાજ્ય આવશે.

યુવાશક્તિ ભારતનું ભવિષ્ય છે. આ યુવાશક્તિ એના જીવનમાં ‘સ્ટેબલ’ હોય એ ખુબ જ જરૂરી છે. આ પરિબળ જ વિકાસના દરવાજા ખખડાવશે. પરંતુ મંઝીલ સુધી પહોંચવા માટે એક રસ્તો તો નક્કી કરવો ઘટે ને!

આફ્ટર ઓલ, ‘ભારતનું ભાવી’ કરીઅર વિષે અનિશ્ચિત યુવાનોના હાથમાં તો આપી ના શકાય ને, ભૂરા!

 

Leave a reply