એજ્યુકેશન ફિલ્ડમાં ડિઝિટાઈઝેશન: ભારતના ડિજિટલ ભાવી વિષે ચર્ચા

‘અરે, સ્ટોર સુધી કોણ જાય, ઓનલાઈન મંગાવી લે ને!’

‘ના યાર, બેંકનો ધક્કો નથી ખાવો. હું ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ.’

આવા વાક્યો આજકાલ નવા નથી. આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ; બેંક ટ્રાન્ઝેક્શન પણ ઓનલાઈન કરીએ છીએ; અરે! આજ કાલ તો બુક્સ પણ ‘ઈ-બૂક’ થઇ ગઈ છે! આજ-કાલ તો ‘સોસાયટી’ પણ ‘ડિજિટલ’ બની ગઈ છે! આ બધી ભાગ-દૌડ વચ્ચે એટલું જ કહેવું છે કે ‘ઓનલાઈન એજ્યુકેશનનો જમાનો ના આવી શકે?’

આ લેપટોપ ખોલ્યું, લોગ ઇન કર્યું અને બસ! ક્લાસ ચાલુ. ભણતર આટલું સરળ હોય તો કેવી મજા પડે! ‘ભણતરનો ભાર’ નામના શબ્દપ્રયોગને અલવિદા જ કહેવાનું!

આ તો ખાલી વાત થાય છે; વર્ષ 2014માં એમેઝોનની નેટ સેલ્સ રેવેન્યુ  US $ 88.99 બિલિયન હતી! આજકાલ ખ્યાતનામ લેખકો પણ પોતાનાં પુસ્તકોને કિન્ડલ કે અન્ય કોઈ પણ સોફ્ટ ફોર્મેટમાં પબ્લિશ કરવાનું ચુકતા નથી. આ વસ્તુ ડિઝિટાઈઝેશનની સફળતાની જ નિશાની છે. અરે! ડિઝિટાઈઝેશનના મામલે આપણા પી.એમ. સાહેબે છેક અમેરિકા જઈ ભારતના ડિજિટલ ભાવી વિષે ચર્ચા કરી.

12191475_10153396584029055_7033890568157430253_n

આ ‘ડિઝિટાઈઝેશન’ એમનેમ બઝ વર્ડ નથી બન્યો. ડિઝિટાઈઝેશનના અઢળક ફાયદા છે. ડિઝિટાઈઝેશન દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોચી શકાય છે. ડિઝિટાઈઝેશન દ્વારા ડેટાને પરમેનન્ટ ફોર્મમાં ઢાળી શકાય. કોઈ પણ ધંધાકીય એકમનો સૌથી મોટો પ્રશ્ન, ‘કોસ્ટિંગ’ પણ મહદ અંશે હલ થઇ શકે. આ બધા પરિબળો અંતે તો નફા તરફ જ દોરે છે. બસ આ જ ડિઝિટાઈઝેશન એજ્યુકેશનલ ફિલ્ડમાં પણ જોઈએ.

મસ્ત શિયાળાની સવારમાં આમ તો ગોદડું ઓઢી સુવાની મોજ પડે પણ સ્કુલનો ટાઈમ સવારનો હોય એટલે મને કે કમને ઉઠવું પડે. પણ જરા વિચારો, તમારી સ્કુલ તમારા ટાઈમ ટેબલ પ્રમાણે ચાલે તો! કેવી મજા પડે! આ વસ્તુ ડિજિટલ એજ્યુકેશનમાં શક્ય છે. જે સમયે તમારે ભણવું છે એ સમયે ભણી શકાય.

આજના આ વર્ચ્યુઅલ જમાનામાં ક્લાસરૂમ પણ વર્ચ્યુઅલ થઇ જાય તો કેવી મજા! કોઈ સાહેબ ચોકનો ટુકડો તો ના મારે! બસ આપણે એકલા એ જ આપણો ક્લાસ. આ તો પર્સનલ કોચિંગ જેવી ફિલિંગ આવે!

આવા જ કંઇક પ્રયાસોમાં એક નામ ‘CAREER KHOJJ’નું પણ છે. આ એપ્લીકેશન-કમ-વેબસાઈટ પર ડિજિટલ એજ્યુકેશનના લાભ લઇ શકાય છે. ક્લાસમાં જે રીતે ગ્રુપ ડિબેટ થાય એ રીતે જ આ એપ્પમાં પણ વર્ચ્યુઅલ ડિસ્કશન કરી શકાય છે. આપના સવાલોના જવાબ આપવા માટે નિષ્ણાતોની હાજરી રહે છે. તમારા ક્ષેત્રને લગતા કોઈ પણ સવાલો તમે પૂછી શકો છો તથા તેના યોગ્ય જવાબો મેળવી શકો છો. ક્લાસમાં કદાચ કોઈ શિક્ષકને પ્રશ્ન પૂછતાં ખચકાટ થાય એવું બની શકે. આ સમસ્યાનો હલ ‘CAREER KHOJJ’ જેવી એપ્પમાં મળી શકે છે.

હવે વાત કરીએ સ્કિલ બેઈઝ્ડ કોર્સીઝની. આજ કાલ સ્કિલ બેઇઝ્ડ કોર્સીઝ ખુબ જાણીતા બન્યા છે. જેમાં ક્રિએટીવ રાઈટીંગ, ઇન્ટિરિઅર ડિઝાઈનિંગ, મ્યૂઝિક પ્રોડક્શન જેવા ટેલેન્ટ પર આધારિત કોર્સીઝ સરળતાથી ઘરે બેઠા જ થઇ શકે છે. અરે! ઇવન ઓંત્રોપ્રેન્યોરશિપ માટેના પણ ઘણા કોર્સીઝ માત્ર એક ક્લિક દૂર છે. જે કોર્સ અમુક યુનિવર્સિટીમાં ત્રણ કે ચાર વર્ષમાં થતા હોય એ કોર્સ ઓનલાઈન કરવામાં આવે તો માત્ર એક વર્ષના સમયગાળામાં પુરા થતા હોય છે.

આ બધા કોર્સીઝ પછી વાત આવે એક્ઝામની. હવેના સમયમાં ઓનલાઈન એક્ઝામ એ કોઈ નવી વાત નથી. બધી એકઝામની જેમ તેમાં પણ સેન્ટર નક્કી કરવામાં આવે છે અને એક્ઝામ લેવામાં આવે છે. હજી સરળ પદ્ધતિ જોઈતી હોય તો? કોઈ એક એપ્પ પર જ ઘરે બેઠા એક્ઝામ આપી શકાય તો કેવું સારું! આ વસ્તુ પણ આજના ટેકનોસેવી જગતમાં અશક્ય નથી.

1લી જુલાઈ, 2015ના રોજ DIGITAL INDIA CAMPAIGN લોન્ચ થયું કે જેમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ડિજિટલ લીટરસી સુધીની વાત કરવામાં આવી છે. ભારતને ડિજિટલ બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે એમાં એજ્યુકેશનનું પણ ડિજિટાઈઝેશન થઇ જાય તો સોનામાં સુગંધ ભળ્યા જેવું કાર્ય થાય. આ જ પ્રકારના ઇનિશિએટિવમાંનું એક એટલે ‘CAREER KHOJJ’.

આમ, આ પ્રકારના પગલા લઈને ભારતનું ડિજિટલ ડેવલોપમેન્ટ સુગમ બનાવી શકાય છે. આ પ્રકરની ‘ટુ વે પ્રોસેસ’માં કાર્ય કરવાથી સરળતાથી વધુ આઉટપુટ મેળવી શકાય. એ પૈકીના એક ફાયદાની વાત કરીએ. કોઈ હાઉસવાઈફને આગળ અભ્યાસ કરવો છે પરંતુ અમુક કારણોસર એ કોલેજ જઈ શકે એમ નથી. આ સમસ્યાનો ઉપાય શો? ત્યારે જ ઉકેલરૂપે હાજર હોય છે ‘CAREER KHOJJ’ જેવી એપ્પ કે જેના દ્વારા ઘરે બેઠા, તમારા અનુકુળ સમયે અભ્યાસલક્ષી કાર્યો થઇ શકે છે. આ તો માત્ર એક ઉદાહરણ થયું પરંતુ આ પ્રકારના લાભ કોઈ પણ લઇ શકે છે. જયારે શિક્ષણ સુલભ બનશે ત્યારે દેશની બુદ્ધિમત્તા વધશે અને આ જ પરિબળ ભારતનું નામ વૈશ્વિક ફલક પર ઉજાગર કરશે. આ જ વિકાસરૂપી રામસેતુમાં એક ખિસકોલી જેટલો ફાળો આપવા CAREER KHOJJ જેવું ઇનિશિએટિવ કમર કસે છે.

માત્ર ફેસબુકનું પ્રોફાઈલ પિક્ચર બદલવાથી ઇન્ડિયાને ‘ડિજિટલ’ ના બનાવી શકાય. આપણે ‘હેપ્પી ન્યુ યર’ (ખરેખર સાલ મુબારક!), વ્હોટ્સ એપ પર વિશ કરીને ખુદને ‘મોડર્ન’ માનીએ છીએ. પણ હવે સમય ખરેખર ‘મોડર્ન’ બનવાનો આવ્યો છે.

Leave a reply